મુંબઇ: હજી એક દિવસ પહેલા જ કરિશ્મા ઉપાધ્યાયે પ્રખ્યાત બોલિવુડ ફિલ્મ મેકર સાજિદ ખાન પર એક ઈન્ટરવ્યુ દરમિયાન યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. તો તેની એક્સ આસિસ્ટંટ ડિરેક્ટર સલોની ચોપરાએ પણ સાજિદ ખાન પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. સાજીદ ખાન પર આરોપ લગાવવામાં એક એક્ટ્રેસ અને એક મહિલા પત્રકાર પણ છે. બંનેએ ટ્વિટર પર તેમની આપવીતી જાહેર કરી છે.

સીનિયર પત્રકારે પણ સાજિદ પર ગંભીર આરોપ લગાવતા વર્ષ 2000માં તેની સાથે બનેલી ઘટના અંગે વાત કરી છે કે, જ્યારે હું સાજિદનો ઇન્ટરવ્યું લેવા તેનાં ઘરે ગઇ તો તે દરમિયાન સાજિદે અશ્લીલ વાતો કરવાનું શરૂ કરી દીધુ બાદમાં ગંદી હરકત કરી. જ્યારે હું ત્યાંથી જવા લાગી તો તેણે મને જબરદસ્તી કિસ કરવાનો પ્રયાસ કર્યો હું તેને ધક્કો મારીને ભાગી ગઇ.''
Share To:

Post A Comment: