ગુજરાતમાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો સાથે મારપીટ કરી તેમને ભગાવવાના મામલે ચર્ચામાં આવેલા કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું માથું કાપી લાવનારને એક કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત મહારાની પદ્માવતી યૂથ બ્રિગેડ નામના સંગઠને કરી છે. આ સંગઠને એક કરોડ રૂપિયાનું ઈનામ આપવાના પોસ્ટર ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં સાર્વજનિક સ્થાનો ઉપર લગાવ્યા છે.

પોતાને બ્રિગેડનો રાષ્ટ્રીય અધ્યક્ષ ગણાવનાર ભવાની ઠાકુરે કહ્યું હતું કે અલ્પેશ ઠાકોર અને તેના સાથી રાક્ષસી પ્રકૃતિના છે જે દબાયેલા ગરીબ મજુરો સાથે મારપીટ કરીને કાયરતા બતાવી રહ્યા છે. આ લોકો દેશ તોડવાનું કામ કરે છે અને તેમના વિરોધમાં બધાયે એકસાથે આવવું જોઈએ.

ભવાની ઠાકુરે કહ્યું હતું કે અલ્પેશ ઠાકોરના માથા પર એક કરોડ રૂપિયાનું ઇનામ રાખ્યું છે અને ઘણા સ્થાનોએ તેના પોસ્ટરો લગાવ્યા છે. જો અલ્પેશ ગુજરાતની બહાર નહીં નિકળે તો લોકો ગુજરાત જઈને તેનું માથું કાપી લાવશે.

Share To:

Post A Comment: