અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ વે પર આણંદ અને નડિયાદ વચ્ચે અકસ્માત થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ટ્રેલર પાછળ કાર ઘૂસી જતા અકસ્માત થયો છે. આ અકસ્માતમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા છે જ્યારે ઘાયલ થયેલા અન્ય લોકોને નડિયાદની સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

પ્રાથમિક વિગત પ્રમાણે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. નડિયાદથી આણંદ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 2 લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આણંદ પાસે રસ્તા પર ઉભેલા ટ્રેલર પાછળ કાર ઘૂસી ગઇ હતી. જેના કારણે કારનું પડીકું વળી ગયું હતું, ઘટનામાં ઘાયલ લોકોને નડિયાત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતના અન્ય બનાવમાં વલસાડના વાઘલધારા નજીક અકસ્માત સર્જાયો હતો, જેમાં 2નાં મોત થયા હતા. જ્યારે 6 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક વિગતમાં જાણવા મળ્યું કે મૃતકો સુરતના રહેવાસી છે.
Share To:

Post A Comment: